GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના ચંદ્રપુરા જીઆઇડીસીમાં કંપનીની ઓરડીમાં રહેતા પતિએ પત્નિનું ગળું દબાવી હત્યા કરી,પોલીસે પતિની ધરપકડ કરી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧.૨૦૨૬

હાલોલ તાલુકાના કંજરી ગામ ના અને હાલ ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકની પત્નીનું અગમ્ય કારણોસર મોત નિપજતા હાલોલ શહેર પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી પરિણીતાનું હાલોલ રેફરલ હોપિટલ ખાતે પીએમ કરાવતા પરિણીતાનું મોત નું કારણ ગળું દબાવી મોત નિપજ્યા હોવાનું બહાર આવતા પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં પરણિતાનો હત્યારો બીજો કોઈ નહિ પરંતુ તેનો પતિ હોવાનું માલુમ પડતા પોલીસે હત્યારા પતિ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.બનેલ ઘટના ની વિગત એવી છે કે મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામ ના અને હાલ ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા હર્ષદભાઈ અજીતભાઈ પરમાર એ પોતાના કંજરી ગામમાં જ રહેતી શિલ્પા સાથે સને 2016 માં પ્રેમ લગ્ન કાર્ય હતા અને ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપની નોકરી કરતો હતો અને કંપનીની રૂમ માં પરીવાર સાથે રહેતો હતો. લગ્ન જીવન માં તેમને બે સંતાન હતા. દરમ્યાન 7મી જાન્યુઆરી ના રોજ શિલ્પાનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પ્રાથમિક તબકે પોલીસે અકસમાત મોત નો ગુનો નોંધી મૃતક નું હાલોલ રેફરલ ખાતે પીએમ કરાવ્યું હતું. જેનો રીપોર્ટ આવતા શિલ્પાનું મોત કારણ ગળે ટૂંપો આપવાથી થયેલ હોવાનું બહાર આવતા પોલીસે તપાસ દરમ્યાન હર્ષદ અને શિલ્પા વચ્ચે અવાર નવાર કંકાસ થતો હોવાનું જણાઈ આવતા પોલીસે તેની ભાષામાં હર્ષદભાઈ પૂછપરછ કરતા શિલ્પાની હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ હર્ષદે કર્યું હોવાનું બહાર આવતા પોલીસે હર્ષદ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Back to top button
error: Content is protected !!