
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી સેવ સેતુનો કાર્યક્રમો શરૂ થઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે પ્રથમ તબક્કાનો સેવ સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં મેઘરજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર અરવલ્લી જિલ્લામાં આજથી પ્રથમ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે. મેઘરજ તાલુકામાં આજે મેઘરજ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડીયા,ભિલોડા ધારાસભ્ય પી.સી બરંડા, અરવલ્લી જી.પં પ્રમુખ પ્રિયંકા ડામોર, ટીડીઓ મામલતદાર અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રજાજનોને આવકનો દાખલો, જાતિનું પ્રમાણ પત્ર,આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ વગેરે યોજનાકીય લાભો સ્થળ પર લોકોને મળ્યા હતા.આ સાથે આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. જેમાં મેઘરજ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં, ગામનો અંદરનો વિસ્તાર સહિત તમામ સ્થળો પર સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું.




