આણંદ – રોડ માં ખાડા કે ખાડા માં રોડ વધુ ખરાબ થતાં લોકોને હાલાકી

આણંદ – રોડ માં ખાડા કે ખાડા માં રોડ વધુ ખરાબ થતાં લોકોને હાલાકી
તાહિર મેમણ – આણંદ – 25/08/2025 – આણંદ મહાનગરપાલિકા માં રોડ-રસ્તાથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. આણંદ મહેન્દ્ર શાહ વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેને પગલે સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે. સ્થાનિકોએ સાથે બહાર થી સિટી માં આવતા વાહનો ને તકલીફ વેઠવી પડે છે. . જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા.
મહેન્દ્ર શાહ થી લઈને ગ્રીડ સુધી નો રસ્તો ખરાબ થતાં મોટા ખાડા પડતા લોકો પરેશાન થઈ ગયા છે ચોમાસુ શરૂ હોવાથી ખરાબ રોડ રસ્તાના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. જોકે, ઘણીવાર રોડ પર ખાડા પડી ગયા હોય તેમાં બુરાણ કરવામાં ન આવતા રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે.જેથી રસ્તા પર ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો હેરાન થાય છે. ઘણીવાર ખરાબ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો તેમાં ફસાઈ જતા હોય છે.તો કેટલીક વાર ખરાબ રસ્તાઓને લીધે એક્સિડન્ટ થવાની ઘટનાઓ પણ બનતી હોય છે. જેમાં વાહન ચાલકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. માટે તંત્ર દ્વારા રિપેરિંગકામ કરવામાં આવે તે માટે લોકો દ્વારા લોકમાંગણી કરવામાં આવતી હોય છે.મોટા નેતાઓના આગમન વખતે રાતોરાત ખાડા પુરાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં કોઈ ધ્યાન આપતું નથી. વાહનચાલકોની માગ છે કે તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે અને માર્ગનું સમારકામ કરવામાં આવે.





