
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા માં આજે ઈદેમીલાદ પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
અરવલ્લી જિલ્લા માં આજે ઈદેમીલાદ પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ તમામ તાલુકાઓ માં મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યા મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો જોડાયા.
અરવલ્લી જિલ્લા ના માલપુર ,મોડાસા,મેઘરજ, બાયડ,ધનસુરા અને ભિલોડા તાલુકા માં આજે હજરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મ જયંતિ ની ભારે હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ,આજના દિવસે તમામ તાલુકા મથકો પર ભવ્ય ઝુલુસ કાઢવા માં આવ્યા,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ ઝુલુસ માં જોડાયા હતા અને ઇસ્લામ ધર્મ ના ધ્વજ સાથે ગાડીઓ પણ મસ્જિદ ની જેમ શણગારી ભારે ઉત્સાહ પૂર્વક ઈદ ની ઉજવણી કરાઈ.





