
સમીર પટેલ, ભરૂચ
ગુનાખોરી છોડી સામાન્ય જીવન જીવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ભુતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ તા.૧૨ મીના રોજ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં નંધાયેલ લીસ્ટેડ બુટલેગર, એમ.સી.આર,ડોઝીયર્સ, એનડીપીએસ ના ગુનામાં પકડાયેલ આરોપીઓ તેમજ ભંગારીયાઓને પોલીસ મથકે હાજર રાખી ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવી હતી,તેમજ આરોપીઓને આપેલ સુચનાઓનું પાલન કરી કાયદો ભંગ કરતા અટકાવીને ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જીંદગી જીવી શકે તે મુજબનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત; લીસ્ટેડ બુટલેગર 19, એમ.સી.આર 28, ડોઝીયર્સ ૬ ,એનડીપીએસ ના ગુનામાં પકડાયેલ 1, ભંગારીયાઓ ૪ તેમજ ચોરીના ગુનાના 32 મળી કુલ 90 આરોપીઓની લાઇન પરેડ કરવામાં આવી હતી.



