CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડીમાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવ

મૂકેશ પરમાર ,,નસવાડી 
 
ગણપતિ બાપ્પા મોરીયા ના ગગનભેદી નારા સાથે સાથે શ્રીજીનું આગમન.
 
 સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવ અને ગણેશજી ની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું હોય અને ઘરે ઘરે પ્રથમ પુજ્યનીય ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આજરોજ ભાદરવી ચોથ અને ગણેશ ચતુર્થી નિમિત્તે નસવાડી નગરમાં માં ઠેર ઠેર જાહેર જગ્યાઓ તથા ઘરોમાં શ્રી ગણેશજીની મૂર્તિઓની  સ્થાપના કરવામાં આવી હતી
 
 નસવાડી નગરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ થી ઉજવાય છે નાના બાળકો થી લઈ આબાલ વૃદ્ધ સૌ કોઈ  દસ દિવસ ચાલતા શ્રી ગણેશ ઉત્સવમાં જોડાઈ ગણેશજી ની આરાધના કરી ધન્યતા અનુભવે છે.  નસવાડી નગરમાં ફળિયે ફળિયે વિઘ્નહર્તા ગણેશજીની મનમોહક જુદી જુદી પ્રતિમાઓ નું  સ્થાપન કરી પ્રજા ઉત્સાહિત જણાતી હતી. આજરોજ ગૌર મહારાજ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરાવી શ્રીજી ની મંડપમાં સ્થાપના કરવામાં આવી હતી અને હવે દુંદાળા દેવ દસ દિવસ નગરનું આતિથ્ય માણશે રામસેના યુવક મંડળ, દ્રારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જ્યારે સરકાર ફળીયા ચાર રસ્તા વિસ્તાર, જકાત નાકા વિસ્તાર, રાઈનઘોડા વિસ્તાર,વણકર વાસ વિસ્તાર,સ્ટેશન વિસ્તાર,મદન ઝાપા વિસ્તાર આમ અનેક વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ભારે ધામધૂમથી વિઘ્નહર્તા ના વિવિધ રૂપો ની 4 ફૂટ થી 20 ફૂટ સુધીની મૂર્તિઓની આજે શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે. ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષ સાથે જાણે નગરનું વાતાવરણ શ્રીજી મય બન્યુ હોય તેમ જણાય રહ્યું છે.

oplus_0

Back to top button
error: Content is protected !!