AHAVADANGGUJARAT

ડાંગ દરબાર મૂળ જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તો ડાંગ કૉંગ્રેસ દ્વારા ચક્કાજામનું અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરી પ્રમુખ સ્નેહલઠાકરે અને મનીષ મારકણાની આગેવાનીમાં “ડાંગ દરબાર -૨૦૨૫” અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ..

ડાંગ દરબારનો મેળો એ ડાંગ જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે. ત્યારે ઐતિહાસિક લોકમેળો ડાંગ દરબાર -૨૦૨૫  જે પરંપરાગત સ્થળ પર યોજાય છે તે જ સ્થળ પર આ મેળાનું આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે અને કોંગ્રેસનાં નેતા મનીષ મારકણાની આગેવાનીમાં ડાંગ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા આહવા ગ્રામ પંચાયતના સરપંચને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ દરબાર એ ફકત એક લોક મેળો જ નહી પરંતુ તેનુ ઐતિહાસીક મહત્વ પણ ઘણું જ વિશેષ છે. ડાંગ દરબાર એ ડાંગના ગૌરવ અને હોળી પર્વ નિમિતે આદિવાસીઓના રીત-રિવાજોની પરંપરા સાથે સીધો સબંધ ઘરાવતો ઉત્સવ છે. પ્રતિ વર્ષ આ મેળાની ભવ્યતા, લોકપ્રિયતા અને આકર્ષણ વધતુ  રહ્યુ છે. ડાંગ દરબારનો સમય એ ડાંગનાં રાજવીઓના માન સન્માન અને ડાંગની પારંપરીક ભાતીગળ સંસ્કૃતીને ઉજાગર કરતો મેળો તો છે જ પરંતુ આ મેળા થકી ડાંગના તમામ તેમા ખાસ કરીને આહવાના સ્થાનિક વેપારીઓ પણ સારો વેપાર મેળવે છે.ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકમુખે અને સોશિયલ મિડીયામાં ડાંગ દરબાર મેળો અન્યત્ર ખસેડવાની ચર્ચાઓએ જોર પકડયુ છે. ડાંગ દરબાર એ સરકારી તિજોરી ભરવા કે નફો મેળવવાનું કોઈ સાધન નથી.આ મેળાના આયોજન માટે સરકાર તરફથી લાખો કરોડોની ગ્રાંટ ફાળવવામાં આવતી હોવા છતા દર વર્ષે મનોરંજન આઈટમો માટેના પ્લોટના ભાડા અને વેપાર ધંધાનાં સ્ટોલ માટેના પ્લોટના ભાડા ખૂબજ વધારે વસુલવામા આવે છે.જે બાબત ખૂબજ અયોગ્ય છે. જેથી  ઉપરોકત તમામ બાબતે ખાસ ધ્યાન આપી સરળ અને પારદર્શક વહીવટ કરવામાં આવે તેમજ મેળાનુ સ્થળ પરંપરાગત વર્ષોથી અવિરત થતુ આવ્યું છે તેજ રીતે આહવા ગામના મધ્યમા જ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસનાં નેતાઓ દ્વારા જિલ્લા કલેકટર, ડાંગ આહવા પ્રાંત અધિકારી,આહવા મામલતદાર,આહવા ગ્રામ પંચાયત સરપંચ ને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.તેમજ તેઓની માંગણી – રજુઆત ને ધ્યાને લેવામાં ન આવે તો આદિવાસી સમાજ અને ડાંગ આહવાનાં તમામ લોકો દ્રારા ડાંગ દરબાર-૨૦૨૫નો અને તેના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરી ચકકાજામ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!