
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ગોઢા ગામ તરફ રસ્તા પર જર્જરિત ગરનાળું કોઈનો ભોગ લેશે તો..!! નવીન રસ્તો બનાવ્યો પરંતુ જૂનું ગરનાળું એજ પરિસ્થિતિમાં
40 વર્ષ જૂનું ગરનાળું ખંડિત બન્યું, નવીન રસ્તો થોડા વર્ષો પહેલા જ બન્યો છતાં નવું ગરનાળું બનાવ્યું જ નથી..!!!
અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં રોડ રસ્તાના કામો અને ગરનાળા ની અંદર એક એક ક્ષતિઓ દિવસેને દિવસે સામે આવતી હોય છે પરંતુ જનતા અને જાગૃત નાગરિકો ખામીઓ દેખાય છે પરંતુ જિલ્લાના જવાબદાર અધિકારીઓ ને ખામીઓ દેખાતી ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ચોમાસાની પ્રેમોન્સુન કામગીરને લઈ અનેક સવાલો પણ ઊભા થયા છે.

જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ વડથલી ચોકડી થી ગોઢા ગામ જતા મુખ્ય માર્ગ ઉપર ગરનાળુ છેલ્લા એક વર્ષથી તૂટી ગયેલ હોવા છતાં તંત્ર કઈ સાંભળતું નથી તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આજ દિન સુધી આવ્યો નથીરસ્તો પીડબલ્યુ માં આવે છે તેમને સરપંચે પણ રજૂઆત કરી છતાં કોઈ ધ્યાને લેતું નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે બીજી તરફ ગામનો મેઘરજ તરફ જવાનો મુખ્ય માર્ગ છે
આ કામ વ્યક્તિગત નથી ગામના 300 માણસોનો જવાનો તેમજ આજુબાજુના ગામડાઓનો જવાનો પણ મુખ્ય રસ્તો છે છતાં જવાબદાર કોઈ પણ તંત્ર જરા પણ ખ્યાલ રાખતો નથી અને આ તદ્દન બેદરકારી રાખવામાં આવી છે તેવું ગ્રામજનો નું કહેવું છે ચોમાસાનો સમય નજીક આવે છે જેથી છોકરાઓને ચોમાસામાં સ્કુલ જવાની તકલીફ ના પડે તે માટે ગરનાળા બાબતે કંઈક વિચારે અને તાત્કાલિક ઝડપથી નવીન ગરનાળું બનાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે
મેઘરજ તાલુકામાં પણ ઠેર ઠેર રોડ રસ્તાના કામો લઈને ગરનાળા ના કામો સામે અનેક સવાલો ઉભા થયા છે જ્યાં ભ્રષ્ટાચાર ખુલ્લે આમ જોવા મળે છે પરંતુ જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ને શોર્ટકટ શીખવાડતા હોય તો નવાઈ નહીં. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે એસ્ટિમેન્ટ પ્રમાણે કેમ કામ થતા નથી. રોડની સાઈડોમાં માટી કામની જગ્યાએ પથ્થરો પાથરી દેવા તો પણ ચાલશે એવું મેઘરજ તાલુકામાં દેખાય છે એના જાગતા પુરાવા પણ સામે આવ્યા છે





