ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોની કેન્ડલ માર્ચ – ઉકેલ ના આવે તો pm મોદી ના કાર્યક્રમ વિરોધ ની ચીમકી

આણંદ – પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોની કેન્ડલ માર્ચ – ઉકેલ ના આવે તો pm મોદી ના કાર્યક્રમ વિરોધ ની ચીમકી

તાહિર મેમણ – આણંદ – આણંદમાં તુલસી ગરનાળા વિસ્તારની ૩૦ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે આજે સ્થાનિકો કેન્ડલમાર્ચ સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા. કમિશનરને આવેદનપત્ર આપી સમસ્યાનો ઝડપી નિકાલ નહીં થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા. ૨૬મીના કાર્યક્રમમાં ઉગ્રવિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પાસે તુલસી ગરનાળા વિસ્તારની ૩૦થી વધુ સોસાયટીના રહીશોએ તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો, સફાઈના અભાવ, દૂષિત પાણી, મચ્છરનો ઉપદ્રવ, સ્ટ્રીટલાઈટ જેવી સમસ્યાઓથી કંટાળ્યા છે. કરમસદ આણંદ મહાપાલિકાની રચના થયાના ૧૦ મહિના થઈ ગયા છે ત્યારે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનું સમાધાન કરાતું નથી. ત્યારે આજે વિસ્તારની મહિલાઓ સહિતના સ્થાનિક રહીશોએ મિણબત્તી લઈને રેલી કાઢી મનપા કચેરીએ પહોંચ્યા હતા. વિસ્તારની સમસ્યાઓના ઉકેલ માટે મ્યુનિ. કમિશનરને સાત મુદ્દાઓની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.

 

 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરને આવેદન આપવા માટે હર્ષિલ દવેની આગેવાનીમાં સહિત અન્ય સોસાયટીના આગેવાનોએ એકત્ર થઈને મનપાના કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

 

આવેદનપત્રમાં કયા સાત મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો

 

૧. તુલસી ગરનાળાની અંદરના રસ્તાઓ બિસ્માર છે. મનપા રેલવે વિભાગને પત્ર લખી રોડની મરામત કરાવાય.

 

૨. ઘણા વિસ્તારમાં ગટર લાઈન ઉપલબ્ધ નથી, જ્યાં છે ત્યાં વારંવાર ઉભારાય છે. ગટર વ્યવસ્થા સુદ્રઢ કરાવવી.

 

૩. નિયમિત સભાઈ નહીં થતા ગંદકી, દુર્ગંધ ફેલાયેલી છે. નિયમિત સફાઈ સુનિશ્ચિત કરાવવી.

 

૪. સ્ટ્રીટલાઈટ ઓછા પ્રમાણમાં હોવાથી અંધારાના કારણે ક્રાઈમ થવાની શક્યતા છે.

 

૫. પાણીનું દબાણ પૂરતું મળતું નથી. પાણી ફોર્સથી મળે તેની તકેદારી લેવાય.

 

૬. રસ્તાની બંને બાજુ ઝાડી- ઝાંખરા, ગંદકીના ઢગલા. સ્વચ્છતા અને વાહન વ્યવહારમાં મુશ્કેલીનું નિવારણ કરવું.

 

૭. જીયુડીસીએ રસ્તો સમથલ ન કરતા વાહન ચલાવવું મુશ્કેલી બન્યું છે. રસ્તો સરફેસ કરાવવો

Back to top button
error: Content is protected !!