ટેકાના ભાવે ખરીદ થયેલ જણસના ચુકવણામાં ૭ દિવસથી વધુ વિલંબ થાય તો બેંક ખાતાની વિગતો ચકાસવી, ખેડૂતોએ પ્રથમ ખરીદ સેન્ટર પરથી પેમેન્ટની સ્થિતિ જાણવી
ટેકાના ભાવે ખરીદ થયેલ જણસના ચુકવણામાં ૭ દિવસથી વધુ વિલંબ થાય તો બેંક ખાતાની વિગતો ચકાસવી, ખેડૂતોએ પ્રથમ ખરીદ સેન્ટર પરથી પેમેન્ટની સ્થિતિ જાણવી

ખરીફ પાકો માટે હાલમાં ટેકાના ભાવે ખરીદી- ૨૦૨૫ અંતર્ગત મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં તા. ૦૯/૧૧/૨૦૨૫ થી શરૂ છે. ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરેલ પાકનું પેમેંટ ખેડૂતોએ નોંધણી માટે આપેલ આધાર કાર્ડ સાથે જોડાયેલ બેંક ખાતામાં વેચાણ બાદ સેંટ્રલ નોડલ એજન્સી (CAN) દ્વારા દિન – ૭માં કરવાનું રહે છે. ચુકવણા બાબતે જે ખેડૂતોના ખાતામાં સમયમર્યાદામાં રકમ જમા થયેલ ન હોય તો આપે વેચાણ કરેલ ખરીદ સેન્ટર પર બેંક ખાતાની વિગતોની ચકાસણી કરાવી અને પેમેંટની સ્થિતિ જાણવાની રહેશે.બેંક ખાતામાં કોઇ ક્ષતી જણાઇ આવે અથવા અન્ય કારણોથી પેમેંટ થવામાં વધારે સમય થયેલ હોય તો આધાર પુરાવા સહ લગત મંડળી અથવા આપના તાલુકાના વિસ્તરણ અધીકારીશ્રી (ખેતી) મારફત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રી, ખતીવાડી શાખા જિલ્લા પંચાયત, જૂનગઢને અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




