પાલનપુર રેલવે સ્ટેશન પર શક્તિ કળશ નું ભવ્ય સ્વાગત
14 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ધારાસભ્ય શ્રી સહિત સેંકડો પહોંચી ફૂલમાળા ચઢાવી નગર માટે પ્રસ્થાન કરાવ્યું. પાલનપુર સહિત જિલ્લાના ગાયત્રી પરિવાર જનો હાજર રહ્યા. પાલનપુર,13 જાન્યુઆરી:અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પાલનપુર ના ગાયત્રી શક્તિપીઠ ના રજત જ્યંતિ નિમિત્તે એપ્રિલ 2025 માં થનારા 108 કૂંડી ગાયત્રી મહા યજ્ઞ માટે હરિદ્વાર થી આવેલ શક્તિ કળશ નું પાલનપુર ખાતે ભવ્ય સ્વાગત પાલનપુર ના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે કર્યું. એમની સાથે શહેર ના અનેક અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ ના પ્રમુખ ગિરીશ પટેલ એ કહ્યું કે આ રથ મા અબે ના પ્રગટ દિવસ તેમજ પ્રયાગ રાજ માં સદી ના સૌથી કુંભ મેળા ના પ્રભાત એ પવિત્ર ગંગા જળ, 24 તીર્થ ની રજ તેમજ સપ્તધાતુ નું વિધિવત પૂજન સાથે હરિદ્વાર થી અહીં પહોંચ્યો છે. આ કળશ આવનારા 3 માહ સુધી પાલનપુર ની વિવિધ સોસાયટીઓમાં, વિસ્તારો માં ભ્રમણ કરી તાલુકા માં સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિરાસત ના દર્શન કરાવશે. આ કળશ ને ગુજરાત રાજ્ય ગાયત્રી પરિવાર સંગઠન પ્રમુખ શ્રી અશ્વિન ભાઈ જાની દ્વારા ધારાસભ્ય શ્રી ને અર્પણ કરવામાં આવ્યો જેને નગર પરિભ્રમણ બાદ આબુ હાઈવે પર આવેલ ગાયત્રી શક્તિપીઠ માં સ્થાપના કરવામાં આવી.