MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ની કાલન્દ્રી નદીમાંથી કચરા-બાંધકામ વેસ્ટના ઢગલા અને ગંદકી દૂર કરવા રજૂઆત

MORBI:મોરબી ની કાલન્દ્રી નદીમાંથી કચરા-બાંધકામ વેસ્ટના ઢગલા અને ગંદકી દૂર કરવા રજૂઆત

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
નદી ને આપણી ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય કહેવામાં આવી છે. અને લોકો આજની તારીખે પણ નદીનું પૂજન અર્ચન કરતાં હોય છે. પરંતુ મોરબીની કાલન્દ્રી નદીમાં કચરાના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખવામાં આવે છે જેથી આ નદી તેનું અસ્તિત્વ ટકાવી રાખવા જાણે જજુમી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા નદી બુરવાની આ પ્રવૃતિને બંધ કરાવશે કે કેમ? તે જોવું રહ્યું છે.
મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (સૌરાષ્ટ્ર ઝોન)નાં પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે મોરબીની માળીયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી નદીમાં હાલમાં ભયંકર ગંદકી અને મચ્છર તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરી દેવામાં આવ્યા છે. તેમજ કેટલાક દબાણો પણ ત્યાં થઈ ગયેલા છે. જો આવુને આવું ચાલશે તો થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહિ રહે. અને જો ખરેખર એવું થાય તો જે પાણીનો પ્રવાહ ચોમાસામાં આ નદીમાં વહે છે તે પાણીનો રસ્તો બંધ થવાથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થાય તેવી પુરી સંભાવના છે.મોરબી શહેરની નજીક સારા વિસ્તારમાં ગણાતા મહેન્દ્રનગર માં નદીના કાંઠે છેલ્લા વર્ષોમાં અનેક બહુમાળી ઇમારતો બનાવવામા આવી છે જેમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે. ત્યારે કાલીન્દરી નદીમાં ગંદકી હોવાના લીધે મચ્છરનો ઉપદ્રવ દુર્ગંધ સહિતના અનેક પ્રશનોથી લોકો પરેશાન છે ત્યારે ચોમાસામાં દુર્ઘટના કે પછી ગંદકીના લીધે રોગચાળો ન ફેલાઈ તે માટે જવાબદાર અધિકારી અને તંત્ર દ્વારા નદીની સફાઈ માટે અને દબાનોને દૂર કરવા માટે કામ કરવું જોઈએ તેવી માંગ કરી છે. અત્યારે જે રીતે ભાજપના નેતા સ્વચ્છતા અભિયાનના નાટકો કરી રહ્યા છે તે બંધ કરીને ખરેખર ગંદકી દૂર કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો આ નદીની ગંદકીને દૂર કરવા અહીંયા સ્વચ્છતા અભિયાન ચલાવે તો તેમાં અમે પણ જોડાશું અને શહેરના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાશે. જો આ પ્રશ્નનું નિરાકરણ નહિ કરવામાં આવે તો આવનાર દિવસોમાં મોરબીની પ્રજાને સાથે રાખી મોટું જનઆંદોલન ઉભુ કરશું તેવી દેવેન્દ્રસિંહ જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!