
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના લાલપુર (કુણોલ) ગામે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, SOG ટીમે ગાંજાના 83 છોડવાઓ સાથે 4 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી – 1 ની ધપકડ
ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલા જનતા રેડ, પછી LCB અને હવે SOG એ કાર્યવાહી કરી
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે નશીલા પદાર્થો સામે પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે વચ્ચે મેઘરજ તાલુકાના લાલપુર (કુણોલ) ગામે જિલ્લા SOG ટીમે મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડતાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ SOG ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે સરકારી જમીન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તુવેર અને ઘઉંના પાક વચ્ચે તેમજ આસપાસના વિસ્તારમાંથી નાના-મોટા લીલા ગાંજાના કુલ 83 છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 8.730 કિલોગ્રામ ગાંજો કબ્જે કરી અંદાજે રૂપિયા 4,36,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ ગાયત્રીનગર, વિસનગરનો રહેવાસી હોવાનું તેમજ છેલ્લા કેટલાય સમયથી લાલપુર (કુણોલ) ખાતે નાનું ઝૂંપડું અને આશ્રમ બનાવી સેવક તરીકે રહેતો હતો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી ગાંજાના વાવેતર પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ






