GUJARAT
શિનોર માં એક કાચા મકાનની દીવાલ ધરાશાઈ થઈ. જાન હાની તડી
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં પડી રહેલા અવિરત ભારે વરસાદ એક કાચા કાચા મકાનની દીવાલ ધરાશાયી થવા પામી હતી. હવામાન વિભાગ ની આગાહી મુજબ સમગ્ર શિનોર તાલુકામાં ધોધમાર વરસી રહેલા વરસાદ વરસી રહ્યો છે જેને લઇ શિનોર નગર માં એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી શિનોરમાં નાની ભાગોળ ના ડબ્બા ફળિયા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. શિનોર નગરના ડબ્બા ફળિયામાં રહેતાં રાજુભાઈ વસાવાના કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જ્યારે ગતરોજ સાધલી ગામે સરકારી દવાખાના સામે સાતેક વાગ્યાના અરસામાં એક વર્ષો જૂનું ગોરસામલી નું વૃક્ષ બે દુકાનો પર પડી ગયું હતું. સદ નસીબે આ ઘટના માં પણ કોઈ જાન હાની થવા પામી ન હતી. સતત પડી રહેલા અવિરત વરસાદ ને લઈ શિનોર તાલુકામાં જન જીવન ખોરવાઈ જવા પામ્યું હતું.