
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*તકેદારી આયુક્ત સુશ્રી સંગીતા સિંઘે આપ્યુ ઉપયોગી માર્ગદર્શન*

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયુક્તશ્રીની અધ્યક્ષતામા યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા સુશ્રી સંગીતા સિંઘે, જિલ્લાના કેસોની સમીક્ષા હાથ ધરી આયોગના ઉદ્દેશ અને કાર્યપદ્ધતિનો ખ્યાલ આપી, નિયમિત સમયાંતરે બેઠકોના આયોજન સાથે કચેરી કાર્યપદ્ધતિ અનુસાર તાબાની કચેરીઓના ઇન્સ્પેકસન અને ટેબલ નિરીક્ષણની કામગીરીને વધુ અસરકારક બનાવવાની કાર્યપ્રણાલી ઉપર ભાર મૂક્યો હતો.
જાહેર સેવાઓમા ભ્રષ્ટાચાર નિર્મૂલન સંદર્ભે માહિતી અધિકાર અધિનિયમ સહિત પબ્લિક સર્વિસસ ડિલિવરી એક્ટ જેવા આનુષાંગિક પગલાઓની અસરકારકતા ઉપર ભાર મુકતા આયુક્તશ્રીએ લોક ફરિયાદ અને અરજીઓ સંબંધિત સમીક્ષા, જિલ્લા કચેરીઓને સીધી રીતે મળતી ફરિયાદોમા ચાલતી પ્રાથમિક તપાસના કેસો, સાંસદશ્રી/ધારાસભ્યશ્રી તરફથી મળતી તકેદારીના દ્રષ્ટિકોણવાળી રજૂઆતો, તકેદારી આયોગ અને એસીબી તરફથી રજૂ થતા કેસો, પ્રોસિકયુશન-ચાર્જશીટના કેસો, ન્યાયાલયમા પડતર કેસો, સંબંધિત વિભાગો/કચેરીઓની નિયત થયેલી તપાસણી, ક્ષેત્રિય કામગીરી, નિરીક્ષણ, મુલાકાત, પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્સન, કચેરી વ્યવસ્થા અને પદ્ધતિમા સુધારા અંગે લેવામા આવેલા પગલા અને સૂચિત પગલા જેવા મુદ્દે ખૂબ વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
દરમિયાન ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા વહીવટી તંત્ર વતી આયુક્તશ્રીનું સ્વાગત કરી, જિલ્લાના સમગ્રતયા ચિત્રથી આયુક્તશ્રીને અવગત કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અને પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ પણ પૂરક વિગતો રજૂ કરી હતી.
<span;>બેઠકમા નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, જિલ્લા આયોજન અધિકારી સુશ્રી સ્મિતા પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી, ચર્ચામા ભાગ લીધો હતો.





