
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના, મોપેડ સવાર ચાપલાનાર ગામના 2 યુવકના મોત.
અરવલ્લી: શામળાજીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી,આ ઘટનામાં મોપેડ સવાર હિંમતનગર તાલુકાના ચાપલાનાર ગામના બે યુવકના મોત નિપજ્યા હતા.બોલેરો ગાડીના ચાલકે ગાડી પુરઝડપે અને ગફલતભરી બેદરકારી રીતે ચલાવી ફરીયાદીના ભાઇ બાદલભાઇ અશોકભાઇ વાલ્મિકી અને અનિલસિંહ કેસરીસિંહ મકવાણાને ટક્કર મારી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી બોલેરો ગાડી મુકી ચાલક નાસી છૂટ્યો હતો.શામળાજી પોલીસે અકસ્માતની ઘટનાને લઈ અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




