
વિજાપુર વિશ્વકર્માં મંદિર ખાતે તાલુકા રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તારલા ઓનું સન્માન અને ઈનામી વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હિંમતનગર હાઇવે રોડ ઉપર આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિજાપુર તાલુકા રાવળ વિકાસ મંડળ દ્વારા રાવળ યોગી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન અને ઇનામ વિતરણ નો કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. જેમાં ધોરણ 9 થી ધોરણ 12 મા અભ્યાસ કરતા 60 ટકા થી ઉપર ટકા લાવેલ 205 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહક ઇનામો નુ વિતરણ કરવા મા આવ્યું હતું તેમજ સન્માન કરવા મા આવ્યું હતું. પ્રથમ દ્વિતિય તૃતીય નંબરો લાવેલ વિદ્યાર્થીઓ ને ટ્રોફી ગોલ્ડ મેડલ તેમજ અભ્યાસ માટે ની કિટો તેમજ સમાજ દ્વારા પ્રમાણ પત્ર આપવા મા આવ્યું હતુ. અને બાળકો અભ્યાસ મા જાગૃત બને તે માટે સન્માન કરાયું હતું.આ પ્રસંગે પૂર્વ ગોવિંદપુરા જૂથ પંચાયત ના સરપંચ માધુભાઈ એમ પટેલ તેમજ ગુજરાત રાજ્ય ઉદ્યોગ મંડાના પ્રમુખ દેવેન્દ્ર ભાઈ રાવળ કડી તથા ભીખાભાઈ રાવળ નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી તેમજ વિસનગર તાલુકા રાવળ સમાજના પ્રમુખ તથા મહેસાણા તાલુકાના રાવળ સમાજના પ્રમુખ માણસા તાલુકા રાવળ સમાજના પ્રમુખ સહિત રાવળ યોગી સમાજ ના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નુ સંચાલન ભરતભાઈ કે રાવળ કુકરવાડા પ્રમુખ તેમજ નિલેશભાઈ કે રાવળ મહામંત્રી ગેરીતા વાળા એ કર્યું હતુ.



