શહેરા નજીકથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપાયો: ₹4 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: પરિક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલ સાહેબને મળેલી બાતમીના આધારે, વન વિભાગની ટીમે શહેરા તાલુકાના માતરીયા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે લાકડા ભરેલો એક ટ્રક નં. GJ 18 X 8517 ઝડપી પાડ્યો છે.પેટ્રોલિંગ દરમિયાન, આ ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી તાજા અને લીલા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા, જેની વાહતુક માટે કોઈ પાસ-પરમિટ રજૂ કરવામાં આવી ન હતી.વન વિભાગે તત્કાળ કાર્યવાહી કરીને અંદાજે ₹4 લાખની કિંમતના લાકડા અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલને શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર જે.વી. પુવાર મંગલીયાણા, રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ શહેરા અને વન રક્ષક આર.એમ. રાઠવા ડુમેલાવ સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા. વન વિભાગની આ સફળ કામગીરીને કારણે ગેરકાયદેસર વન્ય સંપત્તિની હેરાફેરી અટકાવવામાં મદદ મળી છે.







