GUJARATLUNAWADAMAHISAGAR

સંતરામપુર પો.સ્ટેના અંતરીયાળ વિસ્તારમાં ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરતા એલોપેથી દવાઓ સાથે એક ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

સંતરામપુર પો.સ્ટેના અંતરીયાળ વિસ્તારમાં ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરતા એલોપેથી દવાઓ સાથે એક ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષક  આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર પોલીસ અધિક્ષક  જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ મહીસાગર જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો અંગે કાયદેસર કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી ઇન્યા.પો.ઈન્સ. એ.બી.અસારી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ  વી.ડી.ખાંટ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરેલ હતી..

દરમ્યાન એસ.ઓ.જી પો.ઇન્સ  એ.બી.અસારી સાહેબનાઓને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે સંતરામપુર પો.સ્ટેના નાની ભુગેડી ગામે એક ઇસમ નામે પ્રદિપકુમાર સુબ્રતકુમાર બિશ્વાસ ઉ.વ.૩૦ મુળ રહે સીમલપુર પોસ્ટ ઠાકુર નગર પોલીસ થાના ગાયગટા જી.ઉત્તરચોવીસ પરગના (પશ્ચિમ બંગાળ) હાલ રહે ભુગેડી તા.સંતરામપુર જી.મહિસાગરનાનો કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી આધારે એસ.ઓ.જી શાખાના પો.સ.ઈ  વી.ડી.ખાટ તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો તેમજ મેડીકલ ઓફીસર  તથા ફાર્માસીસ્ટ ને સાથે રાખી સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બોગસ તબીબ તથા ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓની કિ.રૂ.૯૨,૧૦૮/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ સંતરામપુર પો.સ્ટેમા ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!