
નરેશપરમાર.કરજણ –
કરજણ તાલુકામાં મનરેગા કૌભાંડમાં તાત્કાલિન ટી.ડી.ઓ ની ધરપકડ
કરજણ મનરેગા ગોટાળામા તત્કાલીન ઇન્ચાર્જ TDOને એક દિવસના રિમાન્ડ મંજુર
કરજણ તાલુકામાં મનરેગા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદમાં કુલ 8 આરોપીઓ સામે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાંથી એક આરોપી કે.એચ. શાહને (તત્કાલિન ટી.ડી.ઓ) પોલીસએ તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી તેમને કરજણ લાવવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટ દ્વારા તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે. કરજણ તાલુકામાં 11 નવેમ્બર 2021થી 31 માર્ચ 2022 દરમિયાન ફરજ બજાવનાર સિરાજ મન્સૂરી, એ.એ. માણકી, જીતેન્દ્ર પરમાર, ધર્મેશ ઘેલાણી, પી.ડી. સેનમાં, એચ.એન. ગાવીત, કે.એચ. શાક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉજવલ પટેલે મળીને મનરેગા કામોમાં ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને રૂ. 2,72,98,540ની વધુ ચૂકવણી કરી સરકારી ખજાનાને નુકસાન પહોંચાકયું હોવાનો આક્ષેપ છે. આ અંગે એક માસ અગાઉ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓ હાજર ન થતા તેમની શોધખોળ માટે ટીમો ગઠવી તપાસ હાથ ધરાઈ છે, અને અન્ય 7 આરોપીઓ હજુ પકડ બહાર છે.



