જી.ડી.મોદી કૉલેજ કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરમાં રાષ્ટ્રીય સેવા યોજના. દિવસ શિબિરની ઉજવણી
26 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ અને બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કૉલેજ ઑફ આર્ટસના સયુંકત ઉપક્રમ 24 સપ્ટેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સિવાય યોજના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.જી. ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અમિતભાઈ પરીખ અને કૉલેજ સ્ટાફ પ્રો. મુકેશભાઈ રાવલ, ડૉ.ભારતીબેન રાવત હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા શ્રી હરચંદભાઈ ચૌહાણ એ એન.એસ.એસની સ્થાપના 1969 થી 2024 એટલે 55 વર્ષ પૂર્ણ થયાના વિગતે માહિતી આપી અને તેના કાર્યો અને પોતાના મંતવ્યો પ્રસ્તુત કર્યા હતા. એન.એસ.એસનુ જીવનમાં કેટલું મહત્વ છે તેનું મહત્વ અને સ્વયંસેવકોમાં માનવસેવા એ જ પ્રભુ સેવાને ઉજાગર કરવા સંકલ્પ લેવામાં આવ્યો.આ કાર્યક્રમમાં કોલેજના તથા જુદી જુદી કોલેજના 103 જેટલા સ્વયંસેવકો હાજર રહ્યા હતા. એન.એસ.એસ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ રંગોલી, દેશભક્તિ ગીત અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ઉત્સાહભેર સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર લાવનાર સ્વયં સેવકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું તમામ આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના નેતૃત્વ હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયકુમાર પ્રજાપતિ અને ડૉ. પ્રતીક્ષાબેન પરમારે કર્યું હતું.





