DASADASURENDRANAGAR

પાટડીના વણોદ ખાતે મિશન મંગલમ યોજના અને PNB બેંકના સંયુક્ત ઉપક્રમે સ્વ-સહાય જૂથો માટે કૃષિ પ્રચાર કાર્યક્રમ યોજાયો

મહાનુભાવોના વરદહસ્તે વણોદ ક્લસ્ટરના ૨૬ જેટલા સ્વ-સહાય જૂથના બહેનોને રૂ. ૧ કરોડ અને ૫૬ લાખના કેશ ક્રેડિટ લોનના મંજૂરી હુકમનું વિતરણ કરાયું

તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહાનુભાવોના વરદહસ્તે વણોદ ક્લસ્ટરના ૨૬ જેટલા સ્વ-સહાય જૂથના બહેનોને રૂ. ૧ કરોડ અને ૫૬ લાખના કેશ ક્રેડિટ લોનના મંજૂરી હુકમનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ખાતે મિશન મંગલમ યોજના અને પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ઉપક્રમે સ્વ-સહાય જૂથો માટે કૃષિ પ્રચાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ એન.આર.એલ.એમ.ના લાઈવલીહુડ મેનેજર જશવંતસિંહ ડોડીયા દ્વારા ઉપસ્થિત સખી મંડળની બહેનોને કૃષિ સખી, સ્વ-સહાય જૂથનો ફાયદા અને બહેનો સ્વ-સહાય જૂથ બનાવી કેવી રીતે પગભર થઈ શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી જ્યારે પાટડી તાલુકા લાઈવલીહુડ મેનેજર સંજયસિંહ ચાવડા દ્વારા સ્વ-સહાય જૂથની બહેનોને ઉત્સાહિત કરવામાં આવી હતી, અને પંજાબ નેશનલ બેંકનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજકોટ ઝોનના પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજર રામેશ્વર ગોધારા, એગ્રિકલ્ચર ઓફિસર કમલકર પવાર, ડીએલએમ સુરેન્દ્રનગર, ટીએલએમ પાટડી અને એપીએમ શ્રીમતી તૃપ્તિબેન આચાર્યના હસ્તે વણોદ ક્લસ્ટરના ૨૬ જેટલા સ્વ-સહાય જૂથના બહેનોને જૂથ દીઠ રૂપિયા ૬ લાખ લેખે રૂપિયા ૧ કરોડ અને ૫૬ લાખના કેશ ક્રેડિટ લોનના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંજાબ નેશનલ બેંક-વણોદ શાખાના મેનેજર શ્રેષ્ઠ કોહલી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું જ્યારે વણોદ ક્લ્સ્ટરના કલ્સ્ટર કોર્ડીનેટર કામરનભાઈ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વણોદ ક્લ્સ્ટરના સ્વ-સહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!