GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગરપાલિકા,પોલ્યુશન વિભાગ સહિત પોલીસનું સંયુક્ત ઓપરેશનમા પ્લાસટિકના ઔધોગિક એકમો પર દરોડા પાડ્યા,પોલીસ અને વેપારીઓ વચ્ચે ચકમકભરી

પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઝડપી પાડેલો જથ્થો હાલોલ કોમ્યુનિટી હોલ ખાતે ખડકી દેવાતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા.જ્યારે રેડ દરમ્યાન રોડ ઉપર ધસી આવેલ ટોળાએ વિરોધ કરી કાંકરી ચારો કરી કામમાં અવરોધ ઉભો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળી આવ્યું છે.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૧.૨૦૨૫

હાલોલના ઔધોગિક વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક કેરીબેગનું ઉત્પન્ન કરતી ફેકટરીઓમાં ,120 માઇક્રોન થી ઓછા માઇક્રોન વાળી કેરીબેગ (સિંગલ યુઝ ) નું ઉત્પન્ન કરતી કંપનીઓમાં આજે વહેલી સવારે હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલ ઠાકરની આગેવાનીમાં હાલોલ મામલતદાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ હાલોલ પોલીસ ની ટીમે સંયુક્ત રીતે કેટલીક ફેકટરીઓમાં છાપો મારી હજારો કિલો પ્રતિબંધિત પ્લાટીક કેરી બેગનો જથ્થો કબ્જે કરી હાલોલ પાલીકા ભવન ની બાજુમાં આવેલ કોમ્યુનીટી હોલ ખાતે એકત્રિત કર્યો હતો.જોકે આ સંયુક્ત ઓપરેશન સમયે રોડ ઉપર હજારોની સંખ્યા માં એકત્રિત થયેલા ટોળાએ હુરિયો બોલાવી વિરોધ પ્રદશન કરતા એક સમયે વધુ પોલીસ કાફલાની જરૂરિયાત ઉભી થઈ હતી.જોકે કે વીજળીક ગતિએ વધુ પોલીસ કાફલો આવી ગયો હોવા છતાં પરિસ્થિતિ ને કાબુ મેળળવા પોલીસે તેમની શક્તિ નો ઉપયોગ કરવો પડ્યો હતો.જેને લઈ ગણતરીના સમય માં બધું કન્ટ્રોલમાં થઇ જતા વધુ બંધ ફેકટરીઓમાં પણ તાળા તોડી પ્રતિબંધિત જથ્થો ઝડપી પડ્યો હતો.હાલમાં કુલ કેટલો અને કેટલા રૂપિયાનો જથ્થો ઝડપાયો તેની ગણત્રી બાકી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પાલીકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલોલ નગર પાલિકા દ્વારા નગર માં પ્રતિબંધિત સિંગલ પ્લાસ્ટિક કેરી બેગ ઝભલા નો થતો ઉપયોગ અટકાવવા પ્રયાસ દરમ્યાન છુટ્ટક શાકભાજી વાળા નાના વેપારીઓ દલીલ કરતા કે અમને નાના લોકોને શા માટે હેરાન કરો છો જ્યાં ઉત્પાદન થાય છે તેને રોકો જેને લઈ ઊંડી તપાસ કરી હાલોલ જીઆઇડીસી તેમજ હાલોલ ની આજુ બાજુમાં આવેલી ફેકટરીઓ માં 120 માઇક્રોન થી ઓછી જાડાઈ વાળા પ્રતિબંધિત ઝભલાનું ઉત્પાદન થાય છે.જેથી હાલોલ નગર પાલીકા ના ચીફ ઓફિસર અને તેમની ટીમે છેલ્લા બે દિવસ છુપી રીતે રેકી કરી આજે વહેલી સવારે હાલોલ મામલતદાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ હાલોલ પોલીસ ની ટીમને સાથે રાખી પ્રતિબંધિત પ્લાસ્ટિક ના ઝભલાનું ઉત્પાદન કરતી બંધ ફેકટરી માં રેડ કરી હતી. બંધ ફેકટરીમાં છાપો માર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા ફેક્ટરી માલીકો કામદારો નું હજારો ની સંખ્યામાં ટોળું એકત્રિત થઇ ગયું હતું. તેઓના જણાવ્યા પ્રમાણે બંધ ફેકટરીના તાળા તોડી આવી રીતે પ્રવેશ કરવો કેટલો વ્યાજબી છે.તેમ જણાવી તંત્ર ની કામગીરી માં અડચણ ઉભું કરી રસ્તા પર ઉતરી આવતા રસ્તો બંધ કરી અવરોધ ઉભો કરી વિરોધ પ્રદશન કરતા પરિસ્થિતિ ને કાબુમાં લેવા હાજર પોલીસ ઓછી પડતા તાત્કાલિક વધુ પોલીસ કાફલો બોલાવી દેવામાં આવ્યું હતો. છતાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળળવા પોલીસે પોતાની શક્તિ નો ઉપયોગ કરવો પડ્યો હતો.જોકે ગણતરીના સમય માં જ કંટ્રોલ માં આવી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.છાપા દરમ્યાન કેટલીક ફેકટરીના તાળા તોડી તેમાં તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરેલું મળી આવતા બેગ ઉપર ની થેલી ઉપર 120 માઇક્રોન લખેલું હતું. પરંતુ સ્થળ ઉપર હાજર પોલ્યુશન બોર્ડના અધિકારીએ ગેજ માપણીથી માપણી કરતા ફક્ત 20 માઇક્રોન નું હોવાથી તમામ જથ્થો કબ્જે કરી હાલોલ કોમ્યુનિટી હોલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે.હાલોલ જીઆઇડીસી પ્લાસ્ટિક ઉદ્યોગ તરીકે નું હબ છે. અહીંથી ઉત્પાદન કરેલ પ્લાસ્ટિક કેરીબેગ ભારત દેશ ના ખૂણે ખૂણે સપ્લાય થતો હતો.પરંતુ સરકાર દ્વારા ઓછા માઇક્રોન સિંગલ યુસ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધિત કરતા હાલોલ ના પ્લાસ્ટિક ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે. જ્યારેક કેટલાક ઉધોગો 120 માઇક્રોન થી ઓછી જાડાઈ વાળા એટલે કે પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરીબેગ નું ઉત્પાદન કરતા હોઈ દેશ અને દુનિયા માં પ્રદુષણ ફેલાવાનું કામ કરતા હોઈ તેવો સામે સરકારે લાલ આખ કરી છે. છતાં આવા ઉત્પાદન કરતા લોકો સામે આજે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે.અને હજારો કિલો જથ્થો કબ્જે કરતા પ્લાસ્ટિક ઉધ્યોકારોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઝડપી પાડેલો જથ્થો હાલોલ કોમ્યુનિટી હોલ ખાતે ખડકી દેવાતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા.જ્યારે રેડ દરમ્યાન રોડ ઉપર ધસી આવેલ ટોળાએ વિરોધ કરી કાંકરી ચારો કરી કામમાં અવરોધ ઉભો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળી આવ્યું છે.

Back to top button
error: Content is protected !!