
તા. ૧૪.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sigvad:સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા અને સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિ વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિંચાઈ ક્ષેત્રે વિકાસ કાર્યોને નવી ગતિbઆદિવાસી વિસ્તારોમાં ગુણાત્મક પરિવર્તન લાવશે વિકાસ પ્રોજેક્ટો વિકસિત ભારત – વિકસિત ગુજરાતના સંકલ્પમાં દાહોદ જિલ્લો અગ્રણીઓમાં રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટો દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે.સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા અને સહ પ્રભારી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સિંગવડ ખાતે તાલુકા સેવા સદન, ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ, નવી જીઆઈડીસી, રમતગમતના મેદાનો તથા દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લો ઐતિહાસિક રીતે આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલો જિલ્લો છે. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુની ભૂમિને નમન કરતાં તેમણે કહ્યું કે, આ વિસ્તારના લોકોના વિકાસ માટે સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રોડ-રસ્તા અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી, જેના માધ્યમથી આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વિશાળ પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો, મોડેલ સ્કૂલો તથા આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત કરી આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે. સાયન્સ કોલેજ, મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીની સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં આપવામાં આવી રહી છે. ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દશકો સુધી અભાવોની વચ્ચે અને મર્યાદિત સાધનો સાથે જીવતા જીવન વિતાવતા આદિવાસી પરિવારો માટે વડાપ્રધાનએ આકાશને આંબવા દ્વાર ખોલી આપ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના સુશાસનમાં આદિજાતિ વિસ્તારો અન્ય વિસ્તારોની જેમજ વિકાસ બનાવવા વિકસિત કરવા ૨૦૦૭ માં વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના અત્યાર સુધીમાં કરોડો રૂપિયા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગમાં લેવાયા છે. આદિવાસી જિલ્લાઓના ઝડપી વિકાસ માટે આકાંક્ષી જિલ્લા પ્રોગ્રામ શરૂ કરાવ્યો છે. દાહોદ જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે સમાવેશ કરીને આ જિલ્લો દેશ માટે ઉદાહરણરૂપ બને તેવું મુખ્યમંત્રી એ આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ નર્મદા નદીના પાણી દ્વારા દાહોદ, છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાના જળાશયો અને તળાવો ભરવા માટે રૂ. ૫૫૦૦ કરોડના પ્રોજેક્ટની પણ નોંધ લીધી હતી. આ પ્રોજેક્ટથી ત્રણેય જિલ્લાના ૫૧ હજાર હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે તેમજ ખેડૂતોની આવકમાં વધારો થશે.દાહોદ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં દાહોદ જિલ્લામાં વિકાસની નવી દિશા મળી છે. અગાઉ વિકાસથી વંચિત માનવામાં આવતો દાહોદ જિલ્લો આજે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના વિકાસ નકશામાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. આ પરિવર્તન માટે તેમણે વડાપ્રધાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રીના કાર્યને શ્રેય આપ્યો હતો.પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં આધારભૂત સુવિધાઓના વિકાસને કારણે વિસ્તારની આર્થિક પ્રગતિને ગતિ મળી છે. રેલવે ક્ષેત્રે મોટા પાયે રોકાણ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિન ઉત્પાદન એકમ, માર્ગ વ્યવસ્થાના વિકાસ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ અને એક્સપ્રેસ વે તેમજ શિક્ષણ, રમત-ગમત અને કૌશલ્ય વિકાસ જેવી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં મોટી સંખ્યામાં લાઇબ્રેરીઓ અને રમત-ગમતના મેદાનો ઉભા થતા યુવાનોને નવી તકો મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના સુશાસન અને વિકાસમુખી નીતિઓના પરિણામે દાહોદ જિલ્લો આગામી સમયમાં એક મજબૂત આર્થિક કેન્દ્ર તરીકે વિકસશે. તેમણે યુવાનોને વિકાસ યાત્રામાં સક્રિય સહભાગી બનવા અને વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે વિશ્વાસ સાથે આગળ વધવા અપીલ કરી હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ આભાર વિધિ કરી હતી.આ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય સર્વ ઓ , લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, દે. બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત દાહોદ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





