DAHOD

દાહોદ શહેરના મહાવીર નગર સોસાયટી શ્રી શાંતિનાથ ભગવાન નવીન જિનાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ ગતિમાં ચાલી રહ્યું છે

તા.૦૨.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના મહાવીર નગર સોસાયટી શ્રી શાંતિનાથ ભગવાન નવીન જિનાલય નું નિર્માણ કાર્ય પૂર્ણ ગતિ માં ચાલી રહ્યું છે તે મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 16ફરવરી થી 23 ફરવરી ચાલવાનું છે તેની તૈયારીના ભાગરૂપે ગોદી રોડ પર મહાવીર નગર સોસાયટી ની સામે એક વિશાળ મેદાનમાં હસ્તિનાપુર નગરીનું કલકત્તા જયપુર ઇન્દોર ના કારીગરો દ્વારા ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે પંચ કલ્યાણક મહોત્સવ ની વિધિ પૂર્ણ કરાવવા માટે દિગંબર જૈન સમાજના 108 જેટલા મહારાજજી માતાજી દિલ્હી જયપુર મુંબઈ થી તારીખ 13 ફરવરી બપોરે 1:30 કલાકે દાહોદ શહેરમાં પ્રવેશ કરશે વિવેકાનંદ ચોક થી એક ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે આચાર્ય સુનિલ સાગરજી આચાર પુષ્પદન સાગર જી અને એમના સંઘના અંદાજે 108 જેટલા સાધુ સાધ્વીજીનું નગરમાં સ્વાગત કરવા માટે ફક્ત જેન સમાજ નહીં અપીતુ દાહોદ શહેરના લગભગ 40 જેટલા સમાજના આગેવાનો મહંતો ધાર્મિક સંગઠનોના આગેવાનો સામાજિક અને રાજનીતિક આગેવાનો સમગ્ર શહેરમાં ઉપસ્થિત રહી એમનું સ્વાગત અભિવાદન કરશે ત્યારે પંચ કલ્યાણ કમિટી દ્વારા સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રાંતની વિવિધ ઝાકીઓ સેવન સ્ટેટના અલગ અલગ બેન્ડ મુંબઈના વિશેષ નૃત્ય કલાકારો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના મુખ્ય માર્ગો પર નમો કર મહામંત્રના પાંચ દ્વાર ઉભા કરી જન જન સુધી નવકાર મહામંત્ર ની મહિમા બદતલાવવામાં આવશે સમસ્ત મુની મહારાજનું સ્વાગત માટે 21 જેટલા પોઇન્ટ પર વિવિધ સમાજના આગેવાનો ધાર્મિક સંસ્થા અને નગરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આચાર્યનું અભિવાદન કરી આશીર્વાદ મેળવશે શોભાયાત્રા જ્યારે નગરપાલિકા ચોક પર પહોંચશે ત્યારે એક મોટી જાહેર સભા સ્વરૂપે આચાર્ય દાહોદની જનતાને આશિર વચન આપશે

Back to top button
error: Content is protected !!