AHAVADANGGUJARAT

વઘઈ તાલુકાનાં એક ગામમાં પરણીતાને ઘરમાં ન આવવા દઈ પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા 181 અભયમ મદદે પહોંચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

વઘઈ તાલુકાનાં એક ગામમાં રહેતી પરિણીતા 40 દિવસ વડોદરા સીટીમાં પોતાના મોટા બહેનના ઘરે રોકાયેલા હતા.જે બાદ પરિણીતા   ઘરે પરત ફરતા પતિ તેણીને ઘરમાં આવવા દીધી નહોતી અને ઘરની બહાર કાઢી મૂકી હતી.જે બાદ પરિણીતા એ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો અને મદદ માંગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વઘઈ તાલુકાના નજીકના એક ગામમાંથી 35 વર્ષીય પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કર્યો હતો અને પોતાની આપવીતી જણાવતા કહ્યુ હતુ કે,પતિ ઘરમાં જવા દેતા નથી ઘર ને તાળું લગાવી રાખેલ છે. ત્યારે  કોલ મળતાની સાથે  જ 181 મહિલા અભયમ ટીમના નેહા મકવાણા, કમળાબેન સાથે પાયલોટ ચંદ્રકાંતભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ત્યારે પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેઓના લગ્નને 15 વર્ષ થયેલ છે. જ્યાં લગ્ન સંબંધમાં તેઓને ત્રણ સંતાન છે. બે બાળકો હોસ્ટેલમાં રહે છે.તેમજ એક બાળક પોતાની પાસે રહે છે.અને તેઓ પોતાના પતિને જણાવ્યા વગર 40 દિવસ માટે પોતાના મોટા બહેનને ત્યાં રોકાયા હતા. જેથી ગતરોજ ઘરે પરત આવતા પતિ ઘરમાં આવવા દેતા ન હતા. તેમજ ઘરમાંથી કાઢી મુકતા હતા અને મારઝૂડ કરવા લાગ્યા હતા. જે બાદ 181 અભયમ  ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતુ.અને  ઘરેલુ હિંસા અધિનિયમ 2005 ,મારઝુડ , અપશબ્દ વગેરે બાબતોને કાયદાકીય રીતે સમજાવીને ઘરનો ઝઘડો ઘરમાં જ સમાધાન લાવવા માટે સમજણ પૂરી પાડી હતી.અને 181 મહિલા અભયમ ટીમે પીડિત મહિલાની મદદ કરી હતી.ત્યારે પીડિત મહિલાએ  181 ટીમનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને કામગીરીની સરાહના કરી હતી..

Back to top button
error: Content is protected !!