BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં યુવાને સગીરા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરતા પોલીસે નરાધમની ધરપકડ કરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં યુવાને સગીરા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરતા પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. 26 વર્ષીય યુવાને લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વેડચ પોલીસ સ્ટેશનએ ફરિયાદના આધારે આરોપી જગદીશ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ દ્વારા સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!