
કેશોદના અજાબ ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો સૌ પ્રથમ આ કેમ્પના સહયોગીઓ કાળુભાઈ શેખાત, નરેન્દ્રભાઈ અઘેરા, નાનુભાઈ માકડીયા અને મગનભાઈ અઘેરા સરપંચ ના હસ્તે દિપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવેલ હતો.આ કેમ્પમાં અજાબ અને આજુબાજુના ગામોના ચારસો દર્દીઓ એ લાભ લીધો હતો અને તમામ દર્દીઓને ફ્રી માં દવા આપવામાં આવી હતી અને ઓપરેશન ની જરૂરિયાત વાળા દર્દીઓ ને જય અંબે હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પમાં વ્યવસ્થા જાળવવામાં યુવાનોની ટીમે જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





