BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં પણ જોવા મળી રહી છે. અંબિકા નગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે પરંતુ અહીં પણ ગટર લાઈનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગરસેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!