વિશ્વ ચકલી દિન નિમિત્તે શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌમોટા ખાતે ચકલી ઘર અને કુંડા નું વિતરણ કરવામાં આવ્યું

25 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સદરશાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી દાતાશ્રીઓ અને શાળા પરિવારની મદદથી ચકલીઓ ના નિવાસ માટે ઘર અને પીવાના પાણીના કુંડા માટે રૂ. 17800/- જેટલી માતબર રકમ દાન પેટે મળેલ. શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ચકલીના કુંડા અને માળાને બાંધણી કરાવી.દરેક વિદ્યાર્થીને પણ પોતાના જીવનમાં સેવા દ્વારા સંસ્કાર અને સદપ્રવૃત્તી ના પાઠ શીખી આવા પ્રકારના કર્યો માં જોડાઈ પર્યાવરણ,પ્રકૃતિ,જીવદયા પ્રત્યે ભાવ જાગરણ કરવામાં આવ્યું.દાતાશ્રીઓ દ્વારા સદર શાળા માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ ને બે-ચાર માળા અને એક પાણી નું કુંડુ આપવામાં આવ્યું અને યોગ્ય જગ્યાએ બાંધવાનું સૂચન કરેલ.
સદર શાળા દ્વારા દાતાશ્રીઓ શોધી 1320 માળા અને 741પાણીના કુંડા લાવવા માં આવ્યા.દરેક બાળકો ને ચકલીઘર અને પાણીના કુંડા આપ્યા પછી વધેલાં માળા અને કુંડા દાતાશ્રીઓ ને આપી સમાજ અને ગામ માં પ્રેરણા મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું. શાળાના પ્રધાનાચાર્યશ્રી એ અને સમૌ મોટા કેળવણી મંડળે દાતાશ્રીઓ ના કાર્યને બિરદાવી અભિનંદન એવમ શુભકામનાઓ પાઠવી.




