અંકલેશ્વરમાં ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂમાં રેલીંગ તુટવાની ઘટના બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું “આ બેરોજગારીનું મોડેલ”
“કંપની ની ભરતી ની પદ્ધતિ ખોટી છે” : સાંસદ મનસુખ વસાવા
રાજપીપળા : જુનેદ ખત્રી
ઝઘડિયાની થર્મેકસ કંપની નવો પ્લાન્ટ નાખવા જઈ રહી છે અને તેના માટે કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઈન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં.
1,500 થી વધારે બેરોજગાર યુવાનો ઉમટી પડતાં અરાજક્તા ફેલાઈ હતી. કેન્દ્ર અને રાજય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે પણ આ દાવાઓનો ફૂગ્ગો ફૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ધક્કામુકકીના કારણે હોટલની રેલિંગ તુટી પડતાં યુવાનો નીચે પણ પટકાયા હતાં પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી.
ઝઘડિયામાં થર્મેસમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે 5 જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કરાયું હતું. શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઈઝર, ફિલ્ટર-મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોકઇન ઇન્ટવ્યું આયોજિત કરાયો હતો. 3 થી 10 વર્ષના અનુભવી બી.ઈ( કેમિકલ), એઓસીપી, બીએસી, એમએસસી ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઈન ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.
આ બાબતે હવે રાજકીય લોકો ની દખલ જોવા મળી રહી છે . જેમાં ભરૂચ સાસંદ ને દેડિયાપાડાના નાં ધારા સભ્ય એ પોત પોતાના ની પ્રતિક્રિયા આપી છે.
ભરૂચ સાંસદ મનસુખ વસાવા જણાવ્યું કે કંપની ની ભૂલ ને કારણે આવી ઘટના બની છે. ભાજપ તો દેશ અને રાજ્ય માં બેરોજગારો ને ધંધા રોજગાર સાથે નોકરીઓ પણ આપે છે. કંપની માં 5 લોકો જ લેવાના હતા જેની સામે 1500 આવ્યા તેના કારણે આ ઘટના બની છે. આ કંપની સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે. આ કંપની ની ભરતી ની પદ્ધતિ ખોટી છે. આગામી દિવસોમાં તમામ કંપનીઓ પાસે કર્મચારીઓ ની ભરતી બાબતે ચર્ચા કરી સ્થાનિકો ને જ લેવા સૂચના આપવામાં આવી છે.
જ્યારે દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું કે ભાજપ સરકાર બેરોજગારો ને રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપ સરકાર દેશ માં ગુજરાત નું મોડલ રજૂ કરે છે. આ જે ઘટના બની એ બેરોજગારો મોડલ છે.. 30 વર્ષ થી ભાજપ નું સાસન છતાં બેરોજગરો ને નોકરીઓ નથી આપી સકી નહિ ને રોજગાર આપવા મા નિષ્ફળ નીવડી છે. ગુજરાત એ બે રોજગારી નું મોડેલ છે.જ્યારે આવનારા દિવસો માં મોટું જનઆંદોલન આં યુવાનો કરસે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.



