વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના લહાનમાળુંગા ગામ ખાતે 10 વર્ષ પહેલા થયેલ ઝઘડો બોલાચાલી અંગે અદાવત રાખી, નાના ભાઈએ પોતાના 65 વર્ષીય મોટા ભાઈ પર લોખંડના સળિયા (પરાય) વડે હુમલો કર્યો હતો.જેમાં મોટા ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક શામગહાન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓની હાલત ગંભીર જણાતા આહવા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બાબતે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના લહાનમાળુંગા ગામ ખાતે રહેતા જાનુભાઈ લહાનુભાઈ ગાવિત અને તેમના નાનાભાઈ શ્રીરામભાઈ લહાનુભાઈ ગાવિત વચ્ચે વર્ષ 2015 માં બળદ બાબતે બોલાચાલી થયેલ અને તે બાબતનુ મનદુ:ખ રાખી નાનાભાઈ શ્રીરામભાઈ એ મોટાભાઈ જાનુભાઈના ઘર પાસે પહોંચતા, અગાઉ થયેલ ઝગડાનુ મનદુ:ખ રાખી મોટાભાઈ ને માથાના પાછળ લોખંડનો સળીયો (પરાય) થી એક સપાટો મારી માથામાં ઇજા કરી હતી.તથા બીજો સપાટો મારવા જતા મોટાભાઈ એ પોતાના બન્ને હાથ આડા કરતા બીજો સપાટો તેમના બન્ને હાથમાં લાગતા,તેમના બન્ને હાથમાં ફેકચર થઈ જવા પામ્યા હતા.સાથે માથાનાં ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હતી.તેમજ લોખંડનો સળીયો (પરાય) ના સપાટા મારી મુઢ ઈજા કરી હતી અને મોટાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે મોટાભાઈ ને તત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેમજ આ બનાવને પગલે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.ત્યારે સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..