આણંદ જિલ્લામાં રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી. પરંતુ હજુ ઘણા રસ્તા ખાડા વાળા.

આણંદ જિલ્લામાં રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી. પરંતુ હજુ ઘણા રસ્તા ખાડા વાળા.
આણંદ, શુક્રવાર :: આણંદ જિલ્લામાં રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી. પરંતુ હજુ ઘણા રસ્તા ખાડા વાળા.સામરખા ચોકડી થી ભાલેજ તરફ જતા રસ્તા થી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે આવી રીતે ઘણા રસ્તા એવા છે જીયા તાત્કાલિક મરામત ની જરૂર છે.આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓના મરામતની કામગીરી તાત્કાલિક કરવા આવ્યા હતા.
આણંદ જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન રાજય હસ્તકના વિવિધ માર્ગની આજુબાજુમાં ઊગી નીકળેલી વણઉપયોગી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાના કારણે સાંકડા થયેલા રસ્તાઓ પરથી વણઉપયોગી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાને જેસીબીના ઉપયોગથી દૂર કરી રસ્તાઓને ફરી પુનર્વત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત લિંગડા ભાલેજ આણંદ રોડ, આણંદ કરમસદ સોજીત્રા રોડ, બોરસદ ભાદરણ કિંખલોડ રોડ, પેટલાદ સીટી રોડ, પેટલાદ બોરસદ રોડ, ફાંગણી દંતાલી રોડ, આશી અગાસ રોડ, રોહિણી એપ્રોચ રોડ અને બોરસદ પેટલાદ રોડ ના રીપેરીંગની કામગીરી કરવામાં આવી છે.
આણંદ જિલ્લા માર્ગ અને મકાન રાજય દ્વારા સ્ટેટના રસ્તાઓ અને કાર્યપાલક ઇજનેર શ્રી જિલ્લા પંચાયત દ્વારા પંચાયતના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની પેચવર્ક અને મરામતની કામગીરી કરવામાં આવી રહી છે, અને જે રસ્તાઓના મરામતની કામગીરી બાકી રહી છે, તે રસ્તાઓની મરામતની કામગીરી આગામી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે, તેમ જણાવ્યું છે.




