BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર GIDCમાં દેશી પિસ્તોલ ઝડપાઈ:બિહારના શખ્સ પાસેથી જીવતા કારતૂસ સાથે હથિયાર મળ્યું, 15 હજારનો મુદ્દામાલ કબજે


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી સોનુકુમાર ધીરો મંડલ મૂળ બિહારનો રહેવાસી છે અને હાલમાં મંગલદીપ સોસાયટીમાં ભાડે રહે છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી એક બેગમાં કપડામાં વીંટાળીને જીવતા કારતૂસ સાથે તમંચો સંતાડીને રાખે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી દેશી બનાવટનો તમંચો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેની પાસે હથિયાર રાખવાનું કારણ શું છે. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



