
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભિલોડા ચૌધરી ચોકમાં ચેઇન સ્નેચર ત્રાટકી મહિલા ના ગળામાંથી સોનાની ચેન લૂંટી ગાયબ,મહિલા ઇજાગ્રસ્ત
અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરમાં મહિલાના ગળામાંથી અઢી તોલાની સોનાની તુલસીની મગમાળા ખેંચીને અજાણ્યા ચેઈન સ્નેચરો પલાયન મહિલાઓમાં ફફડાટ ફેલાયો હતો ભિલોડા નગરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
ચેઈન સ્નેચરો, ચોરી, લુંટ-ફાટને અંજામ આપતા અજાણ્યા ચોર ઈસમોને હવે જાણે કે, ખાખીનો કોઈ પણ પ્રકારનો ડર જ રહ્યો ન હોય તેમ મનફાવે તેમ તકનો લાભ ઉઠાવી ચોરીને અંજામ આપીને અજાણ્યા તસ્કરો પલભરમાં પલાયન થઈ રહ્યા છે.ભિલોડા તાલુકા મથકના જાગૃત ગ્રામજનો ચિંતાતુર થઈ રહ્યા છે.પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકના હાર્દસમા ચૌધરી ચોક વિસ્તારમાં ગતરોજ સમી સાંજે હાઈ-સ્પીડ બાઈક પર આવેલા ચેઈન સ્નેચરોએ મહિલાના ગળામાંથી આશરે અઠી તોલા સોનાનું વજન ધરાવતી તુલસીની મગમાળા ખેંચીને અજાણ્યા તસ્કરો પલભરમાં પલાયન થઈ ગયા હતા.મહિલાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.ભિલોડા ગામના રહેવાસી વૈશાલીબેન વશિષ્ઠભાઈ ત્રિવેદીના ગળામાંથી અંદાજીત રૂ.ત્રણ લાખની સોનાની તુલસીની મગમાળા પલભરમાં અજાણ્યા બાઈક પર સવાર ચેઈન સ્નેચરોએ ધ્વારા ખેંચાઈ જતા મહિલાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.મહિલાના માથાના ભાગે ઈજાઓ પહોંચી, મહિલાને સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ભિલોડા ગ્રામ પંચાયત કચેરીના સી.સી.ટી.વી ફુટેજ મેળવવા તજવીજ હાથ ધરી પરંતુ સી.સી.ટી.વી કેમેરા શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહ્યા હોય તેમ પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે.ભિલોડા ગ્રામ પંચાયત કચેરીમાં આશરે ૨૭ સી.સી.ટી.વી કેમેરા છે પરંતુ હાલમાં તો માત્ર ૯ સી.સી.ટી.વી કેમેરા જ શરૂ છે.૧૮ સી.સી.ટી.વી કેમેરા બંધ અવસ્થામાં શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહ્યા છે.જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે, સી.સી.ટી.વી કેમેરા સત્વરે શરૂ કરવા જોઈએ તેમ જણાવ્યું હતું.




