ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી : ભિલોડામાં યુરિયા ખાતર ખેડૂતોના વલખા, ખેડૂતોની લાંબી લાઈનો લાગી – યુરિયા ખાતરનો સરકારી સ્ટોક રિલીઝ ન થતા મુશ્કેલીઓ – ખેડૂતો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડામાં યુરિયા ખાતર ખેડૂતોના વલખા, ખેડૂતોની લાંબી લાઈનો લાગી – યુરિયા ખાતરનો સરકારી સ્ટોક રિલીઝ ન થતા મુશ્કેલીઓ – ખેડૂતો

અરવલ્લી જિલ્લામાં ફરી એક વાર યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભિલોડા તાલુકામાં બુધવારે સવારે એન્ગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખેડૂતો વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા.સ્થળ પર પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઈનમાં ઊભી રહી ખાતર મેળવવા માટે વલખા મારી રહી હતી. ઘણી મહિલાઓના કહેવા મુજબ વહેલી સવારથી લાઇનમાં ઉભા છતાં પણ ખાતર મળશે કે નહીં તેની અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતો જણાવે છે કે હાલ ઘઉંના વાવેતરનો સમય ચાલી રહ્યો છે, પરંતુ જરૂરી યુરિયા ખાતર ના મળતા વાવણી પર સીધી અસર થવાની શક્યતા છે. “સમયસર ખાતર ન મળે તો પાકનું ઉત્પાદન ઘટે છે. અમને ખેતી માટે એક જ સહારો—ખાતર તે પણ સમયસર મળતું નથી,” ડેપો પર ભીડ જામતી જોવા મળી હતી ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક વધારાનો સ્ટોક મોકલે અને અછત દૂર કરે, જેથી વાવણીની સિઝનમાં ખેડૂતોને રાહત મળે

બીજી તરફ ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ અરવલ્લી જિલ્લાના કેટલાય તાલુકાઓ માં યુરિયા ખાતરનો સરકારી સ્ટોક ગોડાઉનમાં પડી રહ્યો છે એક વેપારીના જણાવ્યા મુજબ આ સ્ટોક જિલ્લા ખેતીવાડી વિભાગ ધ્વારા રિલીઝ કરવામાં આવે તો મુશ્કેલી ઘટી શકે તેમ છે. મેઘરજ, માલપુર , ભિલોડા, બાયડ, મોડાસા, ધનસુરા, તાલુકામાં કેટલાક વિક્રેતા સેન્ટર પર ફાળવવામાં આવતો હોય છે જે નિયમ મુજબ જયારે રિલીઝ કરવામાં આવે ત્યારે જ વેપારી આ ખાતર વહેંચી શકે છે તેમ જણાવ્યું હતું પરંતુ આવી વિકટ પરિસ્થિમાં હાલ યુરિયા ખાતર મોટી માત્રામાં સ્ટોક હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ બાબતે પણ જિલ્લા ખેતીવાડી વિભાગ સજાગ બને અને સ્ટોક ને રિલીઝ કરવામાં આવે જેના થી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે

Back to top button
error: Content is protected !!