GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ખંડેવાડ ગામ ની પ્રાથમિક શાળા ખાતે કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું.

 

તારીખ ૨૦/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કાલોલ તાલુકાના ખંડેવાડ ગામની પ્રાથમિક શાળા ખાતે તારીખ ૨૦/૦૮/૨૦૨૫ બપોરે ૧૨ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ બાર એસોસિયેશન ના એડવોકેટ પુષ્પાબેન આર. પટેલ લીગલ એડવોકેટ કાન્તીભાઈ એમ.સોલંકી સેક્રેટરી,કલ્પેશભાઈ એ.સોલંકી જોઈન્ટ સેક્રેટરી,સુરેશભાઈ વી. મકવાણા કારોબારી સભ્ય,બાબુભાઈ ટી.બામણીયા એડવોકેટ, ધીરૂભાઇ એમ.વણકર એડવોકેટ,દેવલ પી.ચૌહાણ,એડવોકેટ નિલેશભાઈ ડી.ચૌહાણ પી.એલ.વી સભ્ય,રમીલાબેન જી.પરમાર ખંડેવાળ સરપંચ,તલાટી કમ મંત્રી આર.જે.પટેલ અને પ્રાથમિક શાળાના આચાર્ય ની હાજરી માં કાનુની શીબીર યોજાઈ હતી જેમાં સ્ત્રીઓને લગતા કાયદા અને કાનુની સેવા સત્તા મંડળની માહિતી વિશે,ફરીયાદ બાબતે અને પોકશો કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી જ્યાં મોટીસંખ્યામાં સ્ત્રીઓ-બાળકો અને પુરુષો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!