
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં 307 આરોગ્ય કર્મચારી વિરુદ્ધ ફરજ મુક્તની કાર્યવાહી, ગાંધીનગર ખાતે હડતાળ માં જોડાનાર સામે સખ્ત કાર્યવાહી કરાઈ 23 કર્મચારીઓ ને ચાર્જશીટ આપી કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી જિલ્લામાં પડતરમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ સરકારી અધિકારીઓએ કરી છે જિલ્લાના 307 કર્મચારીઓ વિરુદ્ધ ફરજમુખની કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા આ કર્મચારીની ફરજ પર હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ તેઓ નિર્દ્યાલિત સમયમાં ફરજ પર હાજર થયા ન હતા જેના કારણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને 23 કર્મચારીઓને ચાર સીટ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આંદોલનની વાત કરવામાં આવે તો આરોગ્ય કર્મીઓની મુખ્ય માગણીઓમાં ટેકનીકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરો તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલનો આઠમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી જેના કારણે આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા ટેકનિકલ ગ્રેડ પે માં સમાવેશ કરવો ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી અને ટેકનિકલ ફીડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદત ની હડતાળ પાડી છે અને હડતાળના એક સપ્તાહ થવા આવ્યો છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આ બાબતે સરકારી લાલ આખ કરતા જે લોકો હડતાલમાં જોડાયા છે તેને ફરજ મુક્ત કરવાના આદેશ જે તે જિલ્લા આરોગ્ય અધિકારી ધ્વારા કરવામાં આવ્યા છે જેમા અરવલ્લી જિલ્લામાં પણ હડતાળ માં જોડાયેલા 307 કર્મચારીઓની ફરજ મુક્ત કરવામાં આવ્યા છે





