ભરૂચ જિલ્લા ના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા માં વિદેશ થી પધારેલા પ્રોફેસરે સુવીણા ગુરુકુલમ વર્ગોની મુલાકાત લીધી.

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૦૪/૦૭/૨૦૨૪
જ્યાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે, તેવા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત સુવીણા ગુરુકુલ જ્ઞાન વર્ગો પ્રોજેક્ટના સ્પોન્સર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ (USA) થી આ બાળકોની મુલાકાતે પધાર્યા.
ભરૂચ તાલુકા ના ત્રાલસા ,પાદરીયા પીપરીયા ,બોરી કુવાદર, હળદર આમ કુલ છ ગામોમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારો ના બાળકો માટે *સુવિણા ગુરુકુલમ વર્ગો માં તદ્દન નિ:શુલ્ક રીતે શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ કાર્ય થઈ રહેલ છે.
અસ્મિતા સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ તથા શ્રીમતી અરુણાબેન પટેલના અંગત મિત્ર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છે . પ્રોફેસર સ્વાતિબેન શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગવી પ્રતિભા ધરાવે છે .અમેરિકામાં તેઓ શિક્ષણ ક્ષેત્રે ઘણા કાર્યો કરી રહ્યા છે . પ્રોફેસર તરીકે તેમનું યોગદાન શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી આપી રહ્યા છે. વિદેશની ધરતી પર રહેવા છતાં પોતાના દેશ પ્રત્યે નો પ્રેમ તેઓ ને આવા સેવાકીય કાર્ય માટે ખેંચી લાવે છે..
તેઓએ દરેક ગામોમાં બાળકોની મુલાકાત લીધી .વાલીઓને મોટીવેશન મળે તે હેતુ થી વાલી ભાઈ/ બહેનો સાથે બાળકોના માનસિક અને શારીરિક વિકાસને અનુલક્ષીને સાથે ચર્ચા વિચારણા કરી. આ વર્ગોમાં શૈક્ષણિક કાર્ય કરી રહેલા શૈક્ષણિક સ્ટાફ ને પણ પ્રેરણાત્મક વાતો ,ઉદાહરણો દ્વારા પોતાના કાર્ય તરફ યોગ્ય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા.
જ્યાં જરૂર લાગે, તે પ્રમાણે બાળકોનું કાઉન્સેલિંગ પણ કર્યું. બાળકોને કોઈ એડિક્શનના શિકાર ન બનાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેઓને સમજ આપી.. ખાસ કરીને આધુનિક ટેકનોલોજી , મોબાઈલ વગેરેનો યોગ્ય પ્રમાણમાં સદુપયોગ કરવા અંગે સવિસ્તાર સમજ આપી. વાર્ષિક પરીક્ષા માં ઉચ્ચ નંબર ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળકો ને પ્રોત્સાહન ના હેતુસર ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થા મનો દિવ્યાંગ બાળકો સાથે સમય પસાર કરી વિવિધ પ્રવૃતિઓ નિહાળી હતી.
તેઓ પોતાના માતા પિતા ના સેવા ના સ્વપ્ન ને સાકાર કરવા માટે આ ઉમદા કામગીરી કરી રહ્યા છે. તેણી ના જીવનસાથી ડો. સંદીપભાઈ દેસાઈ ( dentist ,USA) તથા તેમના બંને દીકરાઓ પણ આ કાર્ય માં ખૂબ સહયોગ કરી રહ્યા છે. સંસ્થા ના સ્થાપક પરિવાર , ટ્રસ્ટ મંડળ ને આવા ઉમદા સેવાકીય કાર્યો માં તેઓ ને સહભાગી કરવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યા હતા.



