BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ શહેરમાં જાહેરમાં કચરો નાખનારા સામે કડક કાર્યવાહી:ગંદકી કરનારાને 500 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે, સેનેટરી ઇન્સપેકટરોને જવાબદારી સોંપાઈ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરને કચરાપેટી મુકત બનાવવાના અભિયાનના ભાગરૂપે તમામ 11 વોર્ડમાં મુકવામાં આવેલી 100 જેટલી કચરાપેટીઓ ઉઠાવી લેવાની કામગીરી કરવામાં આવી છે. કચરાપેટીઓ નહિ હોવાથી લોકો તેમનો ઘરગથ્થુ કે દુકાનનો કચરો રસ્તાની આસપાસ નાખીને જતાં રહેતાં હોય છે. સવારે સફાઇ કરાયેલાં વિસ્તારો બપોર સુધીમાં ઉકરડો બની જતાં હોય છે. શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે પાલિકાએ અભિયાન શરૂ કર્યું છે. જાહેરમાં કચરો નાખતાં ઝડપાશો તો 100 થી 500 રૂા.નો દંડ ફટકારાશે શહેરને ગંદુ બનાવનારાઓને શોધવા સેનેટરી ઇન્સપેકટરોને જવાબદારી સોંપવામાં આવી છે.
ભરૂચ શહેરને નગરપાલિકાના દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી સાથે સાફ સફાઈના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમ છતાંય અમુક નાગરિકો દ્વારા જાહેરમાં જ કચરો નાખતા હોય છે ત્યારે હવે પાલિકાએ એકશનમાં આવી આવા લોકોને પકડી તેમને આવું નહીં કરવા સાથે દંડનીય કાર્યવાહી પણ કરાઈ રહી છે.
નગરપાલિકા વિસ્તારની હદમાં જો તમે હવે કચરો નાખ્યો તો તમારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા હવે એકશન મોડમાં આવી છે પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. લોકોના ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી કરાય છે જેના કારણે શહેરને કચરા પેટી રહિત બનાવી જ્યાં કચરા પેટી હોય ત્યાંથી કચરા પેટીઓ ઉઠાવી ત્યાં સાફ સફાઈ કરાવી અમુક સ્થળોને કલર કરી બાંકડાઓ મૂકી સુશોભિત કરાયા છે. તેમ છતાંય અમુક સ્થળોએ બેજવાબદાર નાગરિકો દ્વારા જાહેરમાં કચરો નાખી દેતા હોય છે જેના કારણે આવા સ્થળોએ પુનઃ કચરાના ઢગ બની જતાં દુર્ગધ અને મચ્છરોના ઉપદ્રવ પણ વધી જાય છે. પાલિકાના દરેક વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટરો આવા લોકો પર નજર રાખી રહ્યા છે. આ સેનેટરી ઇન્સ્પેક્ટરો આવા બેજવાબદાર લોકોને પકડી ચાલુ કેમેરા રેકોડિંગ સાથે સ્વછતાના પાઠ ભણાવી રહ્યા છે એટલું જ નહીં અમુક લોક સામે 100 થી 500 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલાત કરાય છે. બીજી તરફ લોકોને તેમનો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સેવાના વાહનોને આપવાનો અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!