
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૩ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૭૯.૬૬ ટકા પરિણામ જાહેર થયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો ૧૧ કેન્દ્રો પરથી ૬૮૩૯ વિધાર્થીઓએ આપેલી પરીક્ષામાં ૬૩૮૩ પાસ અને ૫૦૮ નાપાસ થતા ટકાવારી ૯૩.૩૩ રહી છે. એ-૧ ગ્રેડમાં પણ ૫૦ વિધાર્થીઓનો વિક્રમ તો એ-૨ ગ્રેડ ૪૭૮ છાત્રોએ હાંસલ કર્યો છે. કેન્દ્રવાર જોઈએ તો ૧૧ કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગનું ૯૯.૫૪ ટકા સૌથી ઓછું વાલિયાનું ૮૮.૮૯ ટકા રહ્યું છે.
જેમાં નેત્રંગ તાલુકાની વાત કરીએ તો શ્રી માધવ વિદ્યાપીઠ – કાકડકુઈનુ ૧૦૦ ટકા, શ્રી નવરંગ વિદ્યામંદિર મોરીયાણાનુ ૧૦૦ ટકા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય – શણકોઈનું ૧૦૦ ટકા, શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ – નેત્રંગનું ૯૮.૮૬ ટકા, એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલય – થવાનું ૯૭.૧૫ ટકા, આદર્શ નિવાસી શાળા (કુમાર) નેત્રંગનુ ૮૩.૩૩ ટકા પરિણામ જાહેર થયું છે.
ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતાં જ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે શુભકામના પા
ઠવી હતી.


