GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર દેવાણી વાસ ભાટવાડા વિસ્તાર મા પીવાના પાણી ની લાઈન ગટર ની લાઈન જોડાણ થતા મહિલાઓ પાલીકા પોહચી રજૂઆત કરી

વિજાપુર દેવાણી વાસ ભાટવાડા વિસ્તાર મા પીવાના પાણી ની લાઈન ગટર ની લાઈન જોડાણ થતા મહિલાઓ પાલીકા પોહચી રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર દેવાણી વાસ ભાટવાડા વિસ્તાર મા પીવાના પાણી ના લાઈન સાથે ગટર ની લાઈન જોડાણ થતા પીવાનું પાણી ગંદુ આવતું હોવાની વિસ્તાર મા રાડ પડી હતી. જેને પગલે સ્થાનીક મહિલાઓ પાલીકા મા પોહચી દેકારો મચાવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ખાખ ચોક દેવાણી વાસ ભાટવાડો સહિત ના વિસ્તારો મા બગીચા ની ટાંકી બાજુ થી આવતું પીવાના પાણી ની લાઈન સાથે ગટર ની લાઈન જોડાઈ જવા ના કારણે પીવાનું ગંદુ પાણી છેલ્લા ૨૫ દિવસ આવતું હતુ જેને લઇ વોર્ડ ના પૂર્વ નગર સેવકો તેમજ પાલીકા ચીફ ઓફિસર સહિત ને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે સમય જતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા મહીલા ઓ પાલીકા મા પોહચી હતી. આ અંગે સ્થાનીક મહિલાઓએ જણાવ્યું હતુ કે અમારા વિસ્તાર મા છેલ્લા ઘણા દિવસો થી પીવાનું તીવ્ર વાસ મારતું પીવાનું પાણી આવે છે. જેના કારણે વિસ્તાર મા ઘણા નાના બાળકો બીમાર પડ્યા છે. આ બાબત ની પાલીકા ને જાણ કરવા મા આવી છે. તેમ પાલીકા દ્વારા કોઈ નિકાલ કરાયો નથી. આ અંગે પાલીકા સૂત્રો પાણી પુરવઠા વિભાગ નો સંપર્ક કરતા માહીતી મળી હતી કે હાલ માં પાલીકા મા મહીલા ઓની રજૂઆત ને પગલે પીવાના પાણી ની લાઈન કંઈ બાજુએ થી ગટર નુ જોડાણ થયું છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે રજૂઆત ના પગલે વધુ રોગચાળો વકરે તે પહેલાં પાલીકા હરકત મા આવી તૂટેલી લાઈન મા કઈ બાજુ જોડાણ થયુ છે તેની કામગીરી હાલ માં ચાલુ કરવા મા આવી છે. જ્યારે રહીશો ની પ્રશ્નો ઝડપી ઉકેલ લાવવા મા આવે જો ઉકેલ લાવવા મા નહિ આવે તો ફરી મહિલા ઓ મોરચો લઈ પાલિકા ઉગ્ર રજૂઆત કરશે તેવી સ્થાનીક રહીશો એ ચીમકી ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!