બોડેલી નગરમાં શ્રીજી વિસર્જન સંપન્ન ; અબીલ ગુલાલની છોળો, આતશબાજી અને ડીજેના ધમધમાટ સાથે નીકળેલી વિઘ્નહર્તા ની વિસર્જનયાત્રા એ ભારે આકર્ષણ જમાવ્યું.


ભાદરવા સુદ ચોથથી દસ દિવસ સુધીનું ભક્તજનોનું ભાવભર્યું આતિથ્ય માણવા પધારેલા રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવ શ્રી ગણેશજીએ આનંદ ચૌદસ ના રોજ દસ દિવસ પૂરા થતા હોય વિદાય લેતા શ્રીજીને ભાવ સભર વિદાય આપવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તેમજ અલીપુરા , ઢોકલીયા ,જૂની-બોડેલી, અલીખેરવા, તેમજ ચાચક સહિતના વિવિધ ગામોમાં સવારે બાપા ની પૂજા અર્ચના આરતી કર્યા બાદ દાદા ને વિદાય આપવા વિવિધ ગણેશ યુવક મંડળ દ્વારા વિસર્જન યાત્રા માટે ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યુવક મંડળ દ્વારા શ્રીજીને વિદાય આપવા વિસર્જનયાત્રા ને યાદગાર બનાવવા ઢોલ નગારા સાથે ટ્રેક્ટર ટેમ્પો ટ્રકમાં શ્રીજીની પ્રતિમાઓની બિરાજમાન કરાવી નજીકના જાખરપુરા સ્થિત તળાવમાં વિસર્જન માટે લઈ જવા તૈયારીઓ કરી દીધી હતી.
શ્રીજી વિસર્જન નિર્વિઘ્ને પાર પાડવા પોલીસવડા માર્ગદર્શન હેઠળ બોડેલી પોલીસ P.I D.S વાઢેર દ્વારા વિસર્જન યાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે સાંજના વિઘ્નહર્તા શ્રીજીની પ્રતિમાઓ ના વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો બન્યો ન અને વાજતે ગાજતે વિઘ્નહર્તા ની વિસર્જનયાત્રા પૂર્ણ કરાઈ હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




