GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણનો સરતાનપર અને દેવધરી ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં : નીચાણ વિસ્તારમાં અવરજવર ન કરવા વહિવટી તંત્ર દ્વારા નાગરીકોને સુચના

તા.૨૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: જસદણ તાલુકાના સરતાનપર નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી 81.75 મી.છે. હાલ ડેમની સપાટી 81.35 મી. છે. તેમજ દેવધરી નાની સિંચાઈ યોજના ની કુલ સપાટી 104.80 મી.છે. હાલ ડેમ ની સપાટી 104.00 મી. છે. જેથી બંને ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. તેથી સરતાનપર ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા આકડીયા, સરતાનપર, બેલડા અને દેવધરી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા દેવધરી, ધ્રુફણીયા, દેરાળા, બેલડા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ પેટા વિભાગ, જસદણ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!