
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોની સ્થિતિ સુધારવા અને જનતાની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જો આપના વિસ્તારમાં કોઈ રસ્તો અત્યાર સુધી રિસર્ફેસ થયો ન હોય અથવા ખાડાઓની સમસ્યા હોય, તો શહેરીજનો સીધો જ મોબાઇલ ન.8799223046 હેલ્પલાઇન નંબર પર WhatsApp દ્વારા જાણ કરી શકે છે. આ વ્યવસ્થા ખાસ કરીને રસ્તાઓની મરામત માટે જ ઊભી કરવામાં આવી છે, જ્યારે અન્ય વહીવટી ફરિયાદો માટે નાગરિકોએ મહાનગરપાલિકાની સત્તાવાર એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. આ પારદર્શક અભિગમ દ્વારા તંત્રનો ઉદ્દેશ્ય રસ્તાની કામગીરીને વધુ વેગવંતી અને ગુણવત્તાસભર બનાવવાનો છે.





