GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણીમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આજરોજ રુખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્તરણ રેન્જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણી તાલુકા પ્રમુખ નવસારી શ્રી પ્રતિભા બેન ડી. આહીરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી મીનલબેન દેસાઈ, પ્રાંત અધિકારી નવસારી શ્રી જૈનમ ઠાકોર, મામલતદાર નવસારી શહેર અર્જુન વસાવા, જીલ્લા રમતગમત અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલ, કેતકી બેન આર દેસાઈ, રોટરી કલબ નવસારી પ્રેસિડેન્ટ શ્રી હિતેશભાઈ શાહ તેમજ તાલુકાની વિવિધ એન.જી.ઓ , વિધાર્થીઓ, નગરજનો પ્રકૃતિપ્રેમીઓની હાજરીમાં રુખમણિ સોસાયટીના રહિશ તમામ માતાઓની હાજરીમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન સાથે વાવેતર કરાયું હતું.
આ સાથે વન્યપ્રાણી સંવર્ધન માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર એન.જી.ઓ અને વ્યક્તિઓને નવજવામાં આવ્યા હતા. અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી શહેરમાં વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી.

Back to top button
error: Content is protected !!