DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

હાલારના બેય જિલ્લાને રેલવે ટ્રેકની ભેંટ મળી

ઓખાથી – કાનાલુસ રેલવેની ડબલ લાઇન અંગેના રૂ. 1457 કરોડના પ્રોજેક્ટસ કાર્યરત કરવા કેન્દ્રીય કેબિનેટના નિર્ણય અંગે પત્રકાર પરીષદમાં વિગત આપતા સાંસદ પૂનમ માડમ

આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની અધ્યક્ષતામાં મળેલી બેઠકમા ૧૨-જામનગર લોકસભાના છેવાડાના વિસ્તાર માટેની રજુઆતને મંજુરી મળતા પ્રધાનમંત્રીશ્રી અને રેલવે મંત્રીશ્રીનો આભાર માનતા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ

પર્યાવરણ જતનની દિશામાં મહત્વનુ પગલુ અસંખ્ય રોડ ટ્રાફીક ઘટશે

 

જામનગર (ભરત ભોગાયતા)

 

 

પશ્ર્ચિમ ભારતના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર દ્વારકા થી કાનાલુસ રેલવેની ડબલ લાઇન અંગેના રૂ. 1457 કરોડના પ્રોજેક્ટસ કાર્યરત કરવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે નિર્ણય કર્યો હોઇ તે અંગે વિગત સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રેસ કોન્ફરન્સમા જણાવી હતી અને ૧૨-જામનગર લોકસભાના છેવાડાના વિસ્તાર માટેની રજુઆતને મંજુરી મળતા પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબ અને રેલવે મંત્રીશ્રી અશ્ર્વીની વૈષ્ણવજીનો સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ આભાર વ્યક્ત કર્યો છે આ પ્રોજેક્ટ થી પર્યાવરણ જતનની દિશામાં વધુ એક સઘન પગલુ લેવાયુ છે કેમકે અસંખ્ય રોડ ટ્રાફીક ઘટશે.

સાંસદ પૂનમબેન માડમએ ઉમેર્યુ હતુ કે  વિરમગામથી  કાનાલુસ સુધી  ડબલ ટ્રેક થયો ત્યારે લોકોને જીજ્ઞાસા હતી કે ડબલ ટ્રેક ઓખા સુધી થાય તો સારૂ તે લાગણીથી કેન્દ્ર સરકારમાં જરૂરી રજુઆતો કરી હતી જેથી પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબે આપણા છેવાડાના જિલ્લાને એક તરફ દુરંતો,હમસફર વગેરે નવી અને લાંબા અંતરની ટ્રેનો તો આપીજ છે સાથે આ યોજનાને પણ મંજુરી આપતા આ નવી સુવિધા થનાર છે તે માટે  હાલારના બંને જીલ્લાના  સૌ નાગરીકોને અભિનંદન પાઠવુ છુ

 

________________________

 

 

 

રેલવે સુવિધામાં આ દેવભૂમિ દ્વારકા (ઓખા) – કાનાલુસ ડબલિંગ – 141 કિમી. થી પણ વધુની આ વધુ લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલ્વે માટે સુધારેલી ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતા મળશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ‘નયા ભારત’ના વિઝન સાથે સુસંગત છે, જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા પ્રદેશના લોકોને “આત્મનિર્ભર” બનાવશે, જેનાથી રોજગારી અને સ્વ-રોજગારની તકોમાં વધારો થશે .આ પ્રોજેક્ટ્સ PM-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આયોજનબદ્ધ છે, જે સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ-સૂચનો દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. કાનાલુસથી દ્વારકા સુધીનું મંજૂર કરાયેલ ડબલિંગ દ્વારકાધીશ મંદિરને ઉન્નત કનેક્ટિવિટી પ્રદાન કરશે, મુખ્ય તીર્થસ્થળ સુધીની પહોંચને સરળ બનાવશે અને સૌરાષ્ટ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે.

ઉપરાંત કોલસો, મીઠું, કન્ટેનર, સિમેન્ટ, ઇંધણ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વૃદ્ધિના કામોના પરિણામે 18 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ) ના સ્તરનો વધારાનો માલ પરિવહન ટ્રાફિક થશે. પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહન માધ્યમ હોવાને કારણે, રેલ્વે આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં, ઓઇલની આયાત (3 કરોડ લિટર) ઘટાડવામાં અને CO2 ઉત્સર્જન (16 કરોડ કિલો) ઘટાડવામાં મદદ કરશે, જે 64 (ચોસઠ) લાખ વૃક્ષોના વાવેતરની સમકક્ષ છે.

 

 

Back to top button
error: Content is protected !!