BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ


સમીર પટેલ, ભરૂચ
ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમ માં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી હતી. સ્વ ડૉ. મનમોહનસિંહએ દેશ માટે આપેલી યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી નાજુ ફળવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ શ્રદ્ધાંજલિ આપી હતી.




