CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા કક્ષાએ અધિકારીશ્રીઓ સામૂહિક ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી

મૂકેશ પરમાર,,નસવાડી
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪ માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જન ભાગીદારીને જોડીને તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, કવાંટ, પાવીજેતપુર, બોડેલી, સંખેડા અને છોટાઉદેપુર તાલુકાઓમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયતોમાં વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા તાલુકા કક્ષાએ સામૂહિક પ્રતિજ્ઞામાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. 





