GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના માર્ગ અને મકાન પેટા વિભાગ, ચીખલી દ્વારા બામણવેલ- દોણજા રોડ કિ.મી. ૦/૦ થી ૧૩/૦ છે. ચેઈનેજ કિ.મી. ૯/૨ થી ૯/૪ પર શટરિંગ વર્ક ઓફ રિટેનિંગ વોલનું કામ હરણગામ પાસે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના અનેક ગામો વચ્ચે સીધી કનેક્ટીવીટી થશે. તેમજ માર્ગ પર વાહનવ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે. ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૮૦ છે. આ વિકાસ કાર્યને ગુજરાત સરકાર તરફથી સત્તાવાર મંજૂરી મળી છે. સણવલ્લા કરંજવેરી રોડ કિ.મી. ૦/૦ થી ૩૮/૪ છે. આ માર્ગ પર મજબૂતીકરણ અને પહોળા ડામર વર્ક પેવર અને ટેન્ડમ રોલરનો ઉપયોગ કરીને ફોર લેનિંગ બીટ્યુમીન રોડ પેવિંગ કામ ચાલી રહયું છે. આ માર્ગ રાનકુવા, રૂમલાને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ કિ.મી. ૯/૦ થી ૪૧/૨ અને ૪૪/૪ થી ૫૯/૬ છે. ચેઇનેજ કિ.મી. ૩૧/૨ થી ૩૧/૪ પર કન્સ્ટ્રક્શન ઓફ માયનોર બ્રીજનું કામ હાથ ધરવામાં આવ્યું  છે.આ બ્રીજની કામગીરી પૂર્ણ થયા પછી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. વિવિધ માર્ગોના ગુણવત્તાપૂર્ણ, નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેથી નાગરિકોને સુવિધાજનક તથા સુરક્ષિત મુસાફરી મળી રહેશે. સરકારશ્રીના વિકાસલક્ષી પ્રજાલક્ષી પગલાંઓ થકી નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્વાર્થીઓ અને મુસાફરોને સીધો લાભ થશે.

Back to top button
error: Content is protected !!